ૐ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુસંહારણાય સર્વરોગ હરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા. આ મંત્ર હનુમાનજીને સમર્પિત મંત્ર છે. આ મંત્રને હનુમાનજી નો પ્રિય મંત્ર અને શક્તિશાળી મંત્ર માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં હનુમાનજીને શક્તિ ભક્તિ અને જ્ઞાનના દેવતા માનવામાં આવે છે. આ મંત્રના જાપથી હનુમાનજીના આશીર્વાદ અને રક્ષા મળે છે. બધા વિઘ્નો દૂર કરી સફળતા મેળવવામાં સહાયક છે.
ૐ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુસંહારણાય સર્વરોગ હરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા મંત્રનો અર્થ
હનુમાનજીના ઘણા બધા મંત્ર છે જે તેના ભક્તો પોતાની ભક્તિ અનુસાર જાપ કરતા હોય છે પરંતુ આ ખૂબ બસ શક્તિશાળી મંત્ર છે જેના ઘણા બધા ફાયદા છે.
ૐ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુસંહારણાય , સર્વરોગ હરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા મંત્ર નો અર્થ
અર્થ:
- “ૐ” – આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ (ત્રિમૂર્તિ) નું પ્રતીક છે. જેનું ઉચ્ચારણ દરેક મંત્રની શરૂઆતમાં કરવામાં આવે છે અને અંતમાં પણ
- નમો – જેનો અર્થ છે “હું નમસ્કાર કરું છું” અથવા “હું વંદન કરું છું” થાય છે.
- હનુમતે – આ હનુમાનજીનું નામ છે, જે ભગવાન રામના પરમ ભક્ત છે.
- રુદ્રાવતારાય: આ બે શબ્દોનું સંયોજન છે: રુદ્ર અને અવતાર જે (ભગવાન શિવ) ના અવતાર
- રુદ્ર: હિંદુ ધર્મમાં ત્રિમૂર્તિના વિનાશક દેવ, ભગવાન શિવનું બીજું નામ.
- અવતાર: દૈવી શક્તિનો અવતાર
- સર્વશત્રુસંહારણાય – બધા શત્રુઓના શત્રુઓના નાશ કરનાર
- સર્વરોગ હરાય – બધા રોગોને દૂર કરનાર
- સર્વવશીકરણાય – બધા પર વિજય મેળવનાર
- રામદૂતાય – ભગવાન શ્રીરામના દૂત
- સ્વાહા – આ સંકલ્પને પૂર્ણ થવા માટે
સંપૂર્ણ અર્થ:
“હે હનુમાનજી, જે રુદ્રના (શિવ ) અવતાર છે, બધા શત્રુઓના સંહારક છે, બધા રોગોને દૂર કરનાર છે, બધા પર વિજય મેળવનાર છે અને શ્રીરામના દૂત છે, તમને પ્રણામ છે।”
ૐ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુસંહારણાયસર્વરોગ હરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા મંત્ર જાપ કરવાના ફાયદા
ભય અને નકારાત્મકતા દૂર કરવી:
- ૐ નમો હનુમતે રુદ્રાવતારાય મંત્ર ભગવાન હનુમાનની શક્તિ અને શૌર્યનું આહ્વાન કરે છે.
- મંત્રનો પાઠ કરવાથી ભય, ચિંતા અને નકારાત્મક વિચારો દૂર થવામાં મદદ મળે છે.
- આ મંત્ર આપણને આત્મવિશ્વાસ અને શક્તિ પ્રદાન કરે છે, જેનાથી આપણે જીવનમાં આવતી પડકારોનો સામનો કરી શકીએ છીએ.
શક્તિ અને આત્મવિશ્વાસ વધારવો:
- ભગવાન હનુમાનને શક્તિ અને શૌર્યનો દેવ માનવામાં આવે છે.
- ૐ નમો હનુમતે રુદ્રાવતારાય મંત્રનો પાઠ કરવાથી આપણને આંતરિક શક્તિ અને આત્મવિશ્વાસ મળે છે.
- આ મંત્ર આપણને મુશ્કેલ પરિસ્થિતિઓમાં હિંમત અને દ્રઢતા પ્રદાન કરે છે.
આ મંત્રનો જાપ નીચે મુજબ શકો છો:
- શાંત અને સ્વચ્છ જગ્યાએ બેસો.
- તમારી આંખો બંધ કરો અને ઊંડા શ્વાસ લો.
- “ૐ નમો હનુમતે રુદ્રાવતારાય” મંત્રનો ધીમે અને સ્પષ્ટ રીતે 108 વાર જાપ કરો.
- જો તમે 108 વાર જાપ કરી શકતા નથી, તો તમે તમારી ક્ષમતા મુજબ ઓછી સંખ્યામાં જાપ કરી શકો છો.
- મંત્રનો જાપ કરતી વખતે, ભગવાન હનુમાનની છબીનો વિચાર કરો અને તેમના પ્રત્યે ભક્તિ દર્શાવો.
આ મંત્રનો પાઠ કરવાથી તમને શાંતિ, સુખ અને સફળતા મળશે.
જય બજરંગબલી